મેષ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યવહારિક કામકાજ જણાય.
વૃષભ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મિથુન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા રહે. નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહ્યા કરે,
સિંહ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. ધધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય
.તુલા : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.
વૃશ્ચિક : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારા વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
ધન : આપને સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. આવક જણાય. હર્ષ-લાભ રહે.
મકર : દિવસના પ્રારંભથી જ આપે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય.
કુંભ : જુના મિત્ર-સ્વજન-સ્નેહી સાથે આકસ્મિક મુલાકાતથી આપને આનંદ થાય. જૂના સંસ્મરણો તાજા થાય.
મીન : આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું

