RASHI : 11 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

0
63
meetarticle

મેષ : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.

વૃષભ : આપ હરો – ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન મકાન વાહનના કામમાં અડચણ રહે.

મિથુન : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ નોકર-ચાકરવર્ગનો સાથ- સહકાર મળી રહે. મિલન- મુલાકાત થઈ શકે.

કર્ક : આપના કામકાજમાં સાનુકૂળતા રહે. કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા-ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે.

સિંહ : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ જણાય. રાજકીય સરકારી કામકાજ થઈ શકે. મહત્વના નિર્ણય લઈ શકાય.

કન્યા : આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલીના લીધે વિલંબ જણાય.

તુલા : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને લાભ-ફાયદો જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા- સંબંધીવર્ગ – મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવે.

ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. જૂના મિત્ર- સગા-સંબંધીવર્ગ સાથે મિલન મુલાકાત થવાથી આનંદ રહે.

મકર : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જણાય. તબીયતની અસ્વસ્થતા જેવું લાગે. કામકાજ કરવાની ઇચ્છા થાય નહીં.

કુંભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.

મીન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here