RASHI : 17 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

0
29
meetarticle

મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપના કાર્યનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.

મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા થતી જાય. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કર્ક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.

સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ રહે.

કન્યા : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ જણાય. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

ધન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવાય. ભાઈભાંડુનો સહકાર મળી રહે.

મકર : આપના કામમાં સાનુકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. ખર્ચ-ખરીદી જણાય.

કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

મીન : આપે રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં ઉતાવળ કરવી નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here