મેષ : દિવસના પ્રારંભમાં આપના કામકાજ અંગે દોડધામ શ્રમ અનુભવાય. બપોર પછી આપને રાહત થતી જાય. કામનો ઉકેલ આવતો જાય.
વૃષભ : દિવસનો પ્રારંભ સાનુકુળતાવાળો રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય. બપોર પછી કામમાં રૂકાવટ રહે.
મિથુન : દિવસ દરમ્યાન આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું. ખર્ચ જણાય.
કર્ક : નોકર ચાકરવર્ગની તકલીફના લીધે કામકાજમાં વિલંબ જણાય. દિવસ પસાર થતો જાય તેમ આપના ઉચાટ ઉદ્વેગમાં વધારો થાય.
સિંહ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. પરદેશના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
કન્યા : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા અસમંજસતા રહે
.તુલા : રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં રૂકાવટ અનુભવાય. કોર્ટ કચેરીના કામકાજમાં ઉચાટ-ઉદ્વેગ રહે. ખર્ચ જણાય.
વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. વાદ વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે. વાહન ધીરે ચલાવવું.
ધન : આપે ધીરજ અને શાંતિ રાખીને પોતાનું કામકાજ કરી લેવું. મિત્રવર્ગની માતૃપક્ષની ચિંતા અનુભવાય. ખર્ચ રહે.
મકર : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવામાં સાવધાની રાખવી. અગત્યના કામકાજ અંગેની મુલાકાત મુલતવી રાખવી.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેનીનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતા જણાય. કામકાજ કરવાની ઇચ્છા થાય નહીં.
મીન : મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો ઉતાવળ કરવી નહીં. રાજકીય સરકારી કામકાજ અંગેની મુલાકાતમાં ધ્યાન રાખવું.

