મેષ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકીય સરકારી કામમાં ધ્યાન રાખવું.

વૃષભ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
મિથુન : આપે વાણીની સંયમતા રાખીને પોતાનું કામકાજ કરવું. રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામ ઉકેલાતાં રાહત જણાય.
કર્ક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ- રાહત જણાય નહીં. જમીન મકાન વાહનના કામમાં અડચણ રહે.
સિંહ : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. અડોશ પડોસમાં વાદ વિવાદથી સંભાળવું.
કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
તુલા : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા અસમંજસતા અનુભવાય.
વૃશ્ચિક : આપે આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામકાજ કરવું. રાજકીય સરકારી કામમાં આપે સાવધાની રાખવી.
ધન : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી શકે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે. આનંદ રહે.
મકર : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. ધીરે ધીરે કામનો ઉકેલ આવે.
કુંભ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગ આપને મદદરૂપ થવા પ્રયત્ન કરે.
મીન : દિવસના પ્રારંભથી જ તબીયતની અસ્વસ્થતાને લીધે કામકાજ કરવાની ઇચ્છા થાય નહીં. સુસ્તી બેચેનીનો અનુભવ થાય.

