મેષ
આજનો દિવસ ઊર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. અટકેલા કામ પુરા થશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયી રહેશે.

વૃષભ
પરિવારમાં સમરસતા જળવાઈ રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત ખુશી આપશે.
મિથુન
આજે સંવાદ તમારી શક્તિ રહેશે. કાર્યક્ષેત્રમાં યોજનાઓ સફળ થશે. નવા કામની શરૂઆત માટે સમય ઉત્તમ છે.
કર્ક
ભાવનાત્મક રીતે શાંતિ અનુભવશો. પરિવારમાં તમારી સલાહને મહત્વ મળશે. ધનલાભના યોગ છે.
સિંહ
આત્મવિશ્વાસમાં વધારો થશે. કોઈ મોટા નિર્ણયમાં સફળતા મળશે. કારકિર્દીમાં પ્રગતિના સંકેત છે.
કન્યા
કાર્યક્ષેત્રમાં પ્રશંસા મળશે. આરોગ્યનું ધ્યાન રાખો. કોઈ મુસાફરીની સંભાવના છે.
તુલા
આજે સંતુલન રાખવું ફાયદાકારક રહેશે. ભાગીદારીના કામોમાં સફળતા મળશે. પ્રેમસંબંધોમાં મધુરતા રહેશે.
વૃશ્ચિક
ગુપ્ત રીતે કરાયેલા કામોથી લાભ મળશે. જૂના રોકાણમાંથી ફાયદો મળી શકે છે. મનની ઉલઝણો ઓછી થશે.
ધનુ
ભાગ્ય તમારો સાથ આપશે. કારકિર્દી અને અભ્યાસમાં નવા અવસર મળશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે.
મકર
મહેનતનું ફળ મળશે. પરિવારમાં શાંતિ અને સુમેળ રહેશે. ધન સંબંધિત મામલામાં સાવધાની રાખો.
કુંભ
નવી વિચારસરણી તમને આગળ વધારશે. મિત્રોનો સહયોગ મળશે. કોઈ સર્જનાત્મક કામ શરૂ કરી શકો છો.
મીન
મન શાંત રહેશે. મહત્વના કાર્યોમાં સફળતા મળશે. આરોગ્ય અને ધન બંનેમાં સુધારો થશે.

