મેષ : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આવક જણાય.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.
મિથુન : આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું. વાહન ધીરે ચલાવવું.
કર્ક : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
સિંહ : આપના કામની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ-વ્યસ્તતા જણાય.
કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા ન થાય.વૃશ્ચિક : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં સાનુકૂળતા મળી રહે.
ધન : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
મકર : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ થાય.
કુંભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. અગત્યના કામ અંગે મુલાકાત થાય.

