RASHI : 24 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

0
52
meetarticle

મેષ : આપના કાર્યમાં હરિફવર્ગ-શત્રુવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસો કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાંભીડ જણાય.

વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત થતી જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય.

મિથુન : જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. માતૃ-પિતૃપક્ષે બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. ઉચાટ રહે.

કર્ક : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં, ભાઈભાંડુના કામમાં વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામ થઈ શકે.

સિંહ : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક વ્યવહારિક કામકાજ જણાય.

કન્યા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.તુલા : આપને કામકાજમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે.

વૃશ્ચિક : આપને કામમાં આકસ્મિક સાનુકુળતા મળતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને રાહત જણાય.

ધન : દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. પરંતુ જમીન-મકાન-વાહનના કામમાં મુશ્કેલી રહે.

મકર : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસ-મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય.

કુંભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સાવધ રહેવું.

મીન : માનસિક વ્યગ્રતા-બેચેની અનુભવાય. જો કે આપના કાર્યમાં વ્યસ્ત રહે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here