મેષ : ધનતેરસની આપ સૌને શુભેચ્છાઓ. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સંતાનના સાથ-સહકારથી રાહત જણાય.
વૃષભ : આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ધીરજથી દિવસ પસાર કરી લેવો.

મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. ધંધામાં આવક જણાતાં આનંદ રહે.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થતાં કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થઈ શકે.
કન્યા : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
તુલા : આપના કામનો ઉકેલ આવતો જવાથી આનંદ રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. સીઝનલ ધંધામાં લાભ થાય
.વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા-સંબંધી વર્ગ- મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્તતા – દોડધામ અનુભવાય.
ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ જણાય.
મકર : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. બેન્કના, વીમા કંપનીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ધીરજથી કામ કરવું.
કુંભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.
મીન : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. દોડધામ-શ્રમ અનુભવાય.

