મેષ : આપના કામમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ખર્ચ જણાય.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં ધીરે-ધીરે આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. મિત્રવર્ગના સહકારથી થોડી રાહત જણાય.
કર્ક : ધીરે ધીરે આપના કાર્યમાં સાનુકૂળતા થતી જાય. બઢતી બદલીના કામમાં પ્રગતિ જણાય. નોકર-ચાકરવર્ગનો સહકાર રહે.
સિંહ : આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. નાંણાકીય લેવડ-દેવડમાં સંભાળવું.
કન્યા : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
તુલા : આપના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
વૃશ્ચિક : જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપના ચિંતા-પરેશાની દૂર થતાં જાય. રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવે.
ધન : નોકરી-ધંધાના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. કોઈના ભરોસે આપનું કામ છોડવું નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો.
કુંભ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. પત્નીનો સાથ રહે.

