મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજમા વ્યસ્ત રહેવાનું બને. દોડધામ રહે.
વૃષભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
મિથુન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. કામના તણાવ-દબાણની અસર આપના સ્વાસ્થ્ય પર ના પડે તેનું ધ્યાન રાખવું.
કર્ક : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જાય, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
સિંહ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુ:ખથી સંભાળવું પડે.
કન્યા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામની સરળતા રહે.
તુલા : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. આપે ધીરજ અને શાંતિ રાખીને પોતાનું કામકાજ કરવું.
વૃશ્ચિક : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
ધન : બેંકના, વિમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કાર્ય અંગે વ્યસ્તતા રહે.
મકર : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતા આપને રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ રહે.
કુંભ : આપને કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. નાણાંકીય બાબતો અંગેના નિર્ણય લેવાના મુલતવી રાખવા ઉચાટ રહે.
મીન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને લાભ ફાયદો જણાય. સંતાનનો સહકાર મળી રહે.

