મેષ : આપના કામમાં સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કાર્યમા સરળતા જણાય. આનંદ રહે.
વૃષભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. બેકના, વીમા કંપનીના, શેરોના કામકાજમા ંઆપે સાવધાની રાખવી પડે.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
કર્ક : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા મળી રહે. કોર્ટ-કચેરીના કામમાં દોડધામ-શ્રમ રહે.
સિંહ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કાર્યનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કાર્ય થઈ શકે.
કન્યા : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી કામ કરવું.
તુલા : આપના યશ-પદ-ધનનાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. ભાઈભાંડુનો સાથ-સહકાર રહે
.વૃશ્ચિક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામ ઉકેલાતાં રાહત રહે.
ધન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.
મકર : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. કોર્ટ કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. ઉચાટ રહે.
કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપના કાર્યનો ઝડપથી ઉકેલ લાવી શકો. હર્ષ લાભ રહે.
મીન : જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ઘર-પરિવારનો સહકાર મળી રહેતાં આનંદ રહે.

