RASHI : 31 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

0
78
meetarticle

મેષ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. સિઝનલ ધંધામાં લાભ ફાયદો જણાય.

વૃષભ : જમીન-મકાન-વાહનના કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ જણાય. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.

મિથુન : ધંધામાં નવી કોઈ વાતચીત કે ઓર્ડર આવવાથી આનંદ રહે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થાય. યાત્રા-પ્રવાસ થઇ શકે.

કર્ક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની અસ્વસ્થતા રહે.

સિંહ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.

કન્યા : આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ શ્રમ જણાય. કોર્ટ કચેરીના કામમાં વ્યસ્તતા ખર્ચ અનુભવાય.

તુલા : ધીરે ધીરે આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.

વૃશ્ચિક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે.

ધન : આપના કાર્યમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મકર : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહો.

કુંભ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. અગત્યના નિર્ણય લેવામાં સાનુકુળતા રહે.

મીન : કોર્ટ કચેરીના કામમાં આપને રૂકાવટ જણાય. નાણાંકીય લેવડ દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here