મેષ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો. ધર્મકાર્ય થાય.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. અનિચ્છા છતાં કામકાજમાં વ્યસ્ત રહેવું પડે.
મિથુન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.
કર્ક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે.
સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહે. આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો.
કન્યા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકુળતા જણાય.
તુલા : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય.
વૃશ્ચિક : આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા મળી રહે.
ધન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો.
મકર : આપને કામકાજમાં રૂકાવટ જણાય. સાસરીપક્ષ-મોસાળપક્ષની ચિંતા અનુભવાય. ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે.
કુંભ : આપના કાર્યનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ધરાકીથી લાભ-ફાયદો જણાય.
મીન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ માટે વ્યસ્તતા-દોડધામ જણાય.


