મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપની કામ અંગેની વ્યસ્તતા વધતી જાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
વૃષભ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા રહે.
મિથુન : દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા થતી જાય. જમીન-મકાન-વાહનના કામમાં ધ્યાન રાખવું.
કર્ક : આપના કાર્યની સાથે ભાઈભાંડુ સગા સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતા રાહત થતી જાય.
કન્યા : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય.
તુલા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવો. વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું.
વૃશ્ચિક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થાય.
ધન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના દોડધામ શ્રમમાં વધારો થતો જાય. જમીન-મકાન-વાહનના કામ થાય.
મકર : દિવસના પ્રારંભે બેચેની વ્યગ્રતા જણાય. ધીમે ધીમે આપને રાહત થતી જાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ રહે.


