પનીર ભુરજી એક સ્વાદિષ્ટ ડિશ છે. ઇન્ડિયન ફૂડ લવરની એક ફેવરિટ ડિશ છે. ઢાબા સ્ટાઇલની પનીર ભુરજી તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાની ઇચ્છા થશે. પનીર ભુરજી એક એવી રેસિપિ છે જે ખાસ કરીને બાળકોથી લઇને મોટા એમ દરેક લોકોને ભાવતી હોય છે. પનીર ભુરજી સાથે પરાઠા તેમજ નાન ખાઓ છો તો મજા પડી જાય છે. પનીર ભુરજી તમે તહેવારોના સમયમાં બનાવો છો તો ફટાફટ બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે. આમ, તમે ઢાબા સ્ટાઇલમાં પનીર ભુરજી બનાવવા ઇચ્છો છો તો આ રીત નોંધી લો.
ઢાબા સ્ટાઇલ પનીર ભુરજીની ખાસિયત
ઢાબા સ્ટાઇલ પનીર ભુરજીમાં ડુંગળી અને ટામેટાની મીઠાસની સાથે-સાથે મસાલાનો તડકો અને બટરની સ્મેલ મિક્સ કરીને ખાસ બનાવવામાં આવે છે. આ ડિશ તીખી અને ટેસ્ટી હોય છે. આ ડીશ સામાન્ય રીતે ઘરે ઘરે ફેમસ છે.

સામગ્રી
250 ગ્રામ પનીર
2 ડુંગળી
2 ટામેટા
2 લીલા મરચાં
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
અડધી ચમચી હળદર
એક ચમચી લાલ મરચું
અડધી ચમચી ગરમ મસાલો
સ્વાદાનુંસાર મીઠું
એક ચમચી બટર
એક ચમચી તેલ
કોથમીર
પાવ, રોટલી તેમજ પરાઠા
બનાવવાની રીત
પનીર ભુરજી બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં તેલ અને બટર ગરમ કરો. પછી ડુંગળી નાખીને સાંતળી લો.
આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં નાખીને સાંતળી લો.
હવે ટામેટાં, હળદર, લાલ મરચું અને મીઠું મિક્સ કરો. ટામેટાં ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી તેલ છૂટે નહીં.
હવે પનીર મિક્સ કરો. આમ કરવાથી મસાલાનો ટેસ્ટ સારી રીતે બેસે છે.
3થી 4 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દો. પછી ગરમ મસાલો અને કોથમીર મિક્સ કરો. તો તૈયાર છે ઝટપટ ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી.
ઢાબા જેવો સ્વાદ લાવવા માટે શું કરશો.
બટર જરૂરી છે.
ટામેટાં અને ડુંગળી પ્રોપર રીતે સાંતળી લો.
લોખંડની કડાઈ તેમજ તવાનો યુઝ કરો.
કાળા મરી અને શિમલા મરચાં એડ કરી શકો છો.

