SURENDRANAGAR : ગધેમાર તળાવના ગરનાળામાં ભૂવાનું પુરાણ કરાતા રાહત

0
87
meetarticle

 ધોળકા નગરપાલિકા તંત્રએ ગધેમાર તળાવના ગરનાળામાં ભૂવાનું પુરાણ કરાતા રાહદારીઓ અને વાહનચાલકોએ રાહત અનુભવી હતી. જોકે, ગરનાળાની તૂટેલી દિવલ હજુ યથાસ્થિતિમાં રાખતા તંત્રએ ભૂવાનું પુરાણ કરી સંતોષ માની લીધો હોય તેવી નગજનોમાં ચર્ચાઓ ઉઠી છે.

ધોળકામાં પાર્શ્વનાથ જનરલ હોસ્પિટલ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર ગધેમાર તળાવ આવેલું છે. આ તળાવમાં વરસાદી પાણીની આવક થતા છલોછલ ભરાઈ ચુક્યું છે. ત્યારે જાહેર માર્ગ ઉપર તલાવને અડીને વર્ષો જૂનુ ગરનાળુ આવેલું છે. આ ગરનાળાની દિવાલ અડધી તૂટી ગઈ હતી અને મોટો મસ ભૂવો પડયો હતો. કુદરતી રીતે રોડની અડીને  ભૂવો પડતા વાહનચાલકો માટે તેમજ રાહદારીઓ માટે જોખમી બની ચૂક્યો હતો.

સ્થાનિકોએ આ ભૂવાની ગંભીરતાને સમજીને પાલિકા તંત્રમાં જાણ કરી હતી છતાં કોઈ ઉકેલ આવ્યો નહતો. દરમિયાન આ ગંભીર સમસ્યા બાબતે સમાચાર પત્રમાં અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. જેથી પાલિકા તંત્ર દ્વારા જેસીબી દ્વારા ભૂવામાં મોટા મેટલ પુરાણ કરાવી જરૃરી પુરાણ કરાવ્યુ હતું. ત્યારે ગરનાળાની અડધી તૂટેલી દિવાલ જે તે પરિસ્થિતિમાં રહી છે. આથી ધોળકા એરીકેશન વિભાગ આ ગરનાળાની તૂટેલી દિવાલનુ સમારકામ સત્વરે હાથ ધરાવે તેવી લોકમાગણી ઉઠવા પામી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here