જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને ગૌરક્ષક વાલજી રબારીની મદદથી ગાયને ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાએ રખડતા પશુઓ અને ખુલ્લી ગટરોની સમસ્યા ફરી એકવાર ઉજાગર કરી છે.
ચોમાસાની શરૂઆત થતાં જ પશુઓને રસ્તા પર રખડતા મૂકી દેવાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે ટ્રાફિક અને નાગરિકોના જીવનું જોખમ વધી રહ્યું છે. ગઈકાલે બનેલી આ ઘટનામાં, ગૌરક્ષક વાલજી રબારીને જાણ થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિકોની મદદથી ગાયને બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટના ગટરો પર ઢાંકણા ન હોવાની અને રખડતા પશુઓની ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરે છે. સ્થાનિકોએ તંત્રને આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા અપીલ કરી છે.


