છેલ્લા આઠ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે કુલ સિઝન નો વરસાદ 35 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે ડભોઇ સોસાયટી વિસ્તારના રહીશો નગરપાલિકા સામે રોષે ભરાયા સોસાયટીઓમાં ભરાતા પાણીના નિકાલ વ્યવસ્થા કરાઈ ન હોય રહીશો રોડ પર ઉતરી આવ્યા હતાં
ગત રોજ વરસેલા મુશળધાર વરસાદમાં ડભોઇના અંબિકા નગર ઉમા સોસાયટી આંબેડકર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા દર ચોમાસામાં આજ સ્થિતિ સર્જાતી હોય રહીશો અનુભવે છે
મુશ્કેલી ગઈકાલે વરસેલા સાબેલા ધાર વરસાદના પરિણામે અનેક સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો તકલીફમાં મુકાયા પરંતુ પાણી નિકાલની નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરાવી ન હોય રહીશો રોષે ભરાઈને માર્ગ પર ઉતરી આવી રસ્તા રોકો આંદોલન અપનાવતા.સ્થળ પર દોડી આવેલા ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખ નો લોકોએ ઉગ્ર રજુઆત કરતાં
પાણી નિકાલની હૈયાધારણ મળતા સ્થાનિક અગ્રણીઓ અને પોલીસની મધ્યસ્થી દ્વારા રહીશો એ આંદોલન સમેટ્યું ડભોઇ નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ હતીં માત્ર પાંચ ઇંચ વરસાદમાં ડભોઇના કેટલાક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા ડભોઇ નગરપાલિકા શોપિંગમાં પશુ દવાખાનું માછીવાડ ખાડો સિકંદર ની ચાલી રાણા હોટલ ઈદગાહ આગળ અને પાછળ નો વિસતાર આંબેડકર સોસાયટી, ઉમા સોસાયટી અંબિકા સોસાયટી અને નંદનવન સોસાયટીના લોકો શિનોર ચોકડી આવીને ચક્કાજામ કર્યું હતું રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમના કામ નિકાલ થતા નથી ગોઠણ સમા કેટલાક વિસતાર મા પાણી સોસાયટીઓમાં ઘૂસી ગયા છે
લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ ચોમાસામાં ત્રીજી વખતે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે લોકો આખી રાત હેરાન પરેશાન થઈ ગયા છે નગરપાલિકાના વહીવટી તંત્રની નિષ્કારજી નો ભોગ નગરજનો બની રહ્યા છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ




