ચોમાસાના આગમનની સાથે જ અનેક પ્રકારની બીમારીઓ પણ દસ્તક દે છે. ચોમાસાનો વરસાદ ગરમીથી રાહત આપવાની સાથે બીમારી પણ લાવે છે. વરસાદની સીઝનમાં બીમારીનો ખતરો વધી જાય છે. વરસાદમાં વાયરલ ઇન્ફેક્શન અથવા ફ્લૂ જેવા કેસ વધવા લાગે છે. તેમજ ગંદગીના કારણે મચ્છરો પણ વધી જાય છે. આ મચ્છર કરડવાથી વ્યક્તિ બીમાર થાય છે. આ ઉપરાંત આ સીઝનમાં ડેન્ગ્યૂના કેસ વધે છે.
ડેન્ગ્યુના લક્ષણો
- ડેન્ગ્યુ એ વાયરલ ચેપ છે. જે એડીસ મચ્છરના કરડવાથી થાય છે. ડેન્ગ્યુથી ખૂબ જ તાવ આવે છે. જેના કારણે આખા શરીરમાં દુખાવો થવા લાગે છે.
- જો કોઈ વ્યક્તિ તાવની સાથે શરીરમાં દુખાવો, ઉલ્ટી, પેટમાં દુખાવો અને સ્નાયુમાં દુખાવોની ફરિયાદ કરે છે. આ ડેન્ગ્યુના ગંભીર લક્ષણો હોઈ શકે છે. તેથી ડૉક્ટર પાસે જઇને ચેક અપ કરાવવો જોઇએ.
- ડેન્ગ્યુમાં આંખોમાં દુખાવો, નાક અને મોંમાંથી લોહી પણ નીકળવા લાગે છે. હાઈ બીપી અને પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે.
- ડેન્ગ્યુના કિસ્સામાં, તાવ 104F સુધી પહોંચી જાય છે, માથા અને સાંધામાં તીવ્ર દુખાવો થાય છે.
સામાન્ય તાવના લક્ષણો
ચોમાસાનો સીઝનલ તાવ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ઝડપથી ભોગ બને છે.આ તાવ સામાન્ય રીતે 5થી 7 દિવસ સુધી રહે છે. જેમાં દર્દીને શરદી, ખાંસી, ગળામાં દુખાવો કે થાક જેવી સમસ્યાઓ પણ થાય છે. જો કે, યોગ્ય દવા અને આરામ પછી આ લક્ષણો એક અઠવાડિયામાં તેમની જાતે જ દૂર થઇ જાય છે.
મચ્છરથી બચાવ
- રાત્રે તમારા બારી – દરવાજા ખુલ્લા રાખશો નહીં.
- સાંજના સમયે હાથ-પગ ઢાંકવા માટે લાંબી બાંયના કપડાં પહેરો.
- મોસ્કીટો રિપેલેન્ટ ક્રીમ લગાવો અને મચ્છરદાનીમાં સુવો
- તમારા ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખો


