WORLD : અમેરિકામાં માર્ગ અકસ્માત : ગુજરાતી મૂળના ચાર વરિષ્ઠ નાગરિકોનાં મોત

0
65
meetarticle

અમેરિકામાં સડક યાત્રા દરમિયાન લાપતા થયેલા ગુજરાતી મૂળના પરિવારના  ચાર સીનિયર સિટીઝન રવિવારે મૃત અવસ્થામાં મળી આવ્યા છે. માર્શલ કાઉન્ટી શેરીફ ઓફિસે તમામ વરિષ્ઠ નાગરિકોનું કાર અકસ્માતમાં મૃત્યુ થવાને સમર્થન આપ્યું છે. મૃત્યુ પામેલા તમામ લોકોની ઉંમર ૮૦ વર્ષથી વધુ છે.

શેરિફ ઓફિસના એક નિવેદન અનુસાર તેમનું વાહન બિગ વ્હીલિંગ ક્રીક રોડની પાસ એક ઢાળ પર ક્ષતિગ્રસ્ત  સ્થિતિમાં મળી આવ્યું હતું. આ વિસ્તાર ખૂબ જ અંતરિયાળ હતું. જેના કારણે બચાવ દળને દુર્ઘટના સ્થળ સુધી પહોંચવામાં પાંચ કલાકથી વધુ સમય લાગ્યો હતોે.

તેમણે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ ૮૯ વર્ષીય ડો. કિશોર દીવાન, ૮૫ વર્ષીય આશા દીવાન, ૮૬ વર્ષીય શૈલેશ દીવાન અને ૮૪ વર્ષીય ગીતા દિવાન તરીકે કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ ૨૯ જુલાઇએ પેન્સિલવેનિયાના એરીમાં પીચ સ્ટ્રીટ પર એક બર્ગર કિંગ આઉટલેટ પર દેખાયા હતાં. તેમણ અહીં છેલ્લી વખત ે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યુ હતું.

શેરિફ માઇક ડોઘર્ટીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દુર્ઘટનાના કારણો જાણવા તપાસ ચાલુ છે. આ તમામ લોકો માર્શલ કાઉન્ટી સ્થિત પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ  પેલેસ ઓફ ગોલ્ડ જઇ રહ્યાં હતાં અને ૨૯ જુલાઇએ તેમનું ત્યાં જ રોકાવાનું આયોજન હતું.

સ્થાનિક મીડિયા મુજબ ૨૯ જુલાઇ પછી ચાર વરિષ્ઠ નાગરિકો પૈકી કોઇએ પણ ફોન કોલનો જવાબ આપ્યો ન હતો. સેલ ટાવર ડેટાએ છેલ્લે બુધવારે માઉન્ડ્સવિલામાં   લગભગ ૩ વાગ્યે તેમના ડિવાઇસથી સિગ્ટન પ્રાપ્ત કર્યા હતાં. છેલ્લા ચાર દિવસોેમાં કાયદા એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ તપાસ ઓપરેશન માટે હેલિકોપ્ટર અને વધારાની ટીમો તૈનાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે જૂનમાં ન્યૂ જર્સીમાં એક ૨૪ વર્ષીય ભારતીય મહિલા સિમરન જે એક લગ્ન માટે ન્યૂ જર્સી પહોંચ્યાના થોડાક જ સમય પછી લાપતા થઇ ગઇ હતી. કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા કદાચ લગ્ન કરવા માંગતી ન હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here