ડભોઇમાં 24 કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે પણ ડભોઇના કેટલાક વિસ્તારોમાં પાણીનો નિકાલ ના હોય તેના કારણે રોડ પર પાણી હજુ પણ જોવા મળી રહ્યા છે
વરસાદ રુકી ગયો છેલ્લા 24 કલાક થઈ ગયા ડભોઇના સેવા સદનમાં પણ પાણીનો નિકાલ ના હોય ગેટ પાસે પાણી જોવા મળી રહ્યા છે જ્યારે ડભોઇ રાણાની હોટલ પાસે મેઇન રસ્તા પર પાણીનો નિકાલ ના હોય તેના કારણે હજુ પાણી જોવા મળી રહ્યા છે ત્યારે જનતાનગર થી નવીનગરી માર્ગ પર પણ હજુ પાણી ફરી રહ્યા છે
ડભોઇ નગરપાલિકાની પ્રીમોનસુન કામગીરીની પોલ માત્ર થોડા વરસાદમાં ખુલી ગઈ છે પાણીનો નિકાલ ના હોય જેના કારણે કેટલીક જગ્યાએ કટરનું પાણી પણ આ જ પાણીમાં મિક્સ થતું હોય તેના કારણે દુર્ગંધ મારી રહી છે ઔ વહેલી તકે ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો પાણી નો નિકાલ કરે એવી માંગ ઉઠવા પામી છે .
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



