GUJARAT : 25 વર્ષથી ફરાર લૂંટનો આરોપી ઝડપાયો: ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે દાહોદમાંથી વોન્ટેડ આરોપીને દબોચ્યો

0
51
meetarticle

ભરૂચ જિલ્લા પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જ્યાં છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા લૂંટના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે દાહોદ જિલ્લામાં ચાલી રહેલા વિશેષ અભિયાન દરમિયાન આ કાર્યવાહી કરી હતી.


પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એસ.ચાવડાના નેતૃત્વ હેઠળની ટીમને મળેલી બાતમી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપીને પોર જી.આઈ.ડી.સી. (જિલ્લો વડોદરા) વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ સોબાન ઉર્ફે શોભાન કરશનભાઈ સંગાડા (ઉંમર 53, રહે. દાહોદ) તરીકે થઈ છે. આરોપી સોબાન વર્ષ 2000માં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને હુમલાના ગુના (IPC કલમ 395 અને B.P. Act કલમ 135) માં સંડોવાયેલો હતો. આ ગુના બાદથી તે સતત પોલીસથી ભાગી રહ્યો હતો.
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપીની ધરપકડ કરી તેને કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. આ સફળ કામગીરીથી કાયદાની પકડમાંથી છટકી રહેલા ગુનેગારોને ફરી એકવાર સકંજામાં લેવામાં આવ્યા છે.

REPOTER : કેતન મહેતા, ભરૂચ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here