VADODARA : ડભોઇ સરિતા રેલ્વે ઓવર બ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ ઉપર સળિયા દેખાવા લાગ્યા

0
73
meetarticle

ડભોઇ સરિતા રેલ્વે ઓવર બ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ ઉપર આઠમી વખતે સળિયા દેખાવા લાગ્યા ટુ વ્હીલર તાલુકો ની ગાડીમાં ફસાઈ રહ્યા છે

ગંભીર અકસ્માતનું કાન બને તે પહેલા સળિયા કાપી નાખો અથવા રીપેર કરો વારંવાર રેલવે ઓવર બ્રિજ તૂટવાની ઘટના બની રહી છે છતાં પણ રેલવે તંત્રના અધિકારીઓ કેમ જાગતા નથી શું… આ નવીન બનેલા ઓવર બ્રિજ ઉપર અત્યાર સુધીમાં આઠમી વખતે સળિયા દેખાવા લાગ્યા સંકલન સમિતિમાં ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા એ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી કયા પ્રકારનું કોન્ટ્રાક્ટર કામ કર્યું છે તે વાહન ચાલકોને સમજાતું નથી ત્રણ વર્ષની અંદર આઠમી વખતે સળિયા દેખાવા લાગ્યા છે

સળિયા ના કારણે વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ટુ વ્હીલર ચાલકોની ગાડીમાં ફસાઈ રહ્યા છે વાહનોના ટાયરો પંચર તેમજ ફાટવાના પણ બનાવો બન્યા છે અને અકસ્માતનું કારણ પણ બની શકે છે અને ઠરે ઠેર મોટા ખાડા રેલવે ઓર બ્રિજ પર પડી ગયા છે સરિતા ફાટક ઓવર બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે પાદરાના ગંભીરા બ્રિજ જેવી કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તેના કારણે ખાડા અને સળિયા દેખાતા થઈ ગયેલા જે વહેલી તકે પુરવામાં અને સારી કોલેટી નું મટીરીયલ વાપરવામાંઆવે તો વાહન ચાલકોને વારંવાર તકલીફોનો સામનો ના કરવો પડે જો ડભોઇના ધારાસભ્યશ્રી સંકલ્પ સમિતિમાં તમામ અધિકારોની વચ્ચે કહેતા હોય છતાં કોઈ ધ્યાન લેવાતું નથી સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય શ્રી તંત્રને રજૂઆત કરી કરીને થાકી જાય જાડી ચામડીના અધિકારીઓ કેમ જાગતા નથી બ્રિજ પરના રોડનાખાડા પુરવાનું કામ અને રોડ ઉપર દેખાતા સળિયા નું વહેલી તકે રીપેરીંગ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે…

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here