GANDHINAGAR : વિદ્યાર્થિનીનો પીછો કરનાર રોમિયોને સ્થાનિકોએ પકડી મેથીપાક ચખાડયો

0
75
meetarticle

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે શાળાએથી ઘરે જઈ રહેલી ૧૬ વર્ષિય સગીરાનો પીછો કર્યોે હતો. આ ઘટના  બપોરે બની હતી, જ્યારે યુવક સગીરાની સોસાયટી સુધી પહોંચી ગયો અને તેનું નામ તથા સરનામું પૂછવા લાગ્યો હતો. સગીરાએ બૂમાબૂમ કરતાં સોસાયટીના લોકોએ ભેગા થઈને યુવકને પકડી મેથીપાક ચખાડયો હતો.

એક નબીરો સગીરાનો પીછો કરી તેને હેરાન કરતો હોવાની જાણ થતાં સોસાયટીના રહીશોએ યુવકને મેથીપાક ચખાડયો હતો. ત્યારબાદ આ મામલાની જાણ ઇન્ફોસિટી પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં યુવકની ઓળખ કમલેશ હરજીભાઈ ચૌધરી તરીકે થઈ હતી. જાણવા મળ્યું છે કે કમલેશ સરગાસણમાં જ તેના ભાઈ સાથે રહે છે અને સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. નોંધનીય છે કે તેનો ભાઈ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે.પોલીસે યુવકને પકડયા બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે લઈ જવાની તૈયારી કરી હતી. જોકે, યુવકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેની સામે કડક કાર્યવાહી ન કરીને માફીપત્ર લખાવી ભવિષ્યમાં આવી હરકત ન કરે તે માટે પાઠ ભણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં સોસાયટીના રહીશોની જાગૃત્તાને કારણે આ આવારાતત્વ પકડાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here