NATIONAL : મુસાફરો માટે રાઉન્ડ ટ્રિપ પેકેજ યોજના, રિટર્ન ટિકીટમાં મળશે 20% સુધીનું ડિસ્કાઉન્ટ

0
66
meetarticle

ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓને વધુ સવલત આપવા માટે એક નવી યોજના “રાઉન્ડ ટ્રિપ પેકેજ” જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ મુસાફરોને રિટર્ન મુસાફરી માટે 20% સુધીની છૂટ મળશે.

આ યોજના હાલ અસ્થાયી આધારે અમલમાં મૂકવામાં આવશે જેથી તેની અસર અને મુસાફરોની પ્રતિસાદની ચકાસણી થઈ શકે.

રિટર્ન જર્ની માટેના બેઝ ભાડામાં 20% છૂટ મળશે

રેલવેના જણાવ્યા મુજબ, તહેવારોના સમયમાં ભીડનું યોગ્ય વ્યવસ્થાપન કરવા અને મુસાફરોને વધુ સગવડતા પૂરી પાડવા માટે આ સ્કીમ લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જે મુસાફરો નિર્ધારિત સમય મર્યાદામાં પોતાનું રિટર્ન ટિકિટ બુક કરશે, તેમને રિટર્ન જર્ની માટેના બેઝ ભાડામાં 20% છૂટ મળશે.

યોજના 14 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે

આ યોજના 14 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે. આ યોજના માટે પહેલાં (Onward Journey) ની મુસાફરીનું ટિકિટ 13 ઓક્ટોબર 2025 થી 26 ઓક્ટોબર 2025 વચ્ચે બુક કરાવવું પડશે. બાદમાં રિટર્ન (Return Journey) માટેનું ટિકિટ 17 નવેમ્બર 2025 થી 1 ડિસેમ્બર 2025 વચ્ચે ‘કનેક્ટિંગ જર્ની ફીચર’ના માધ્યમથી બુક કરી શકાય.

છૂટ માત્ર રિટર્ન મુસાફરીના બેઝ ભાડા પર જ લાગુ

છૂટ ફક્ત ત્યારે મળશે જ્યારે બંને ટિકિટો (જવાને અને પાછા ફરવાના) એક જ મુસાફરના નામે અને કન્ફર્મ હોવા જોઈએ. રિટર્ન ટિકિટ માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ લાગુ નહીં પડશે. છૂટ માત્ર રિટર્ન મુસાફરીના બેઝ ભાડા પર જ લાગુ પડશે.

યોજના હાલ પ્રાયોગિક ધોરણે અમલમાં

રેલવેના જણાવ્યા અનુસાર, આ યોજના હાલ પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકાઈ છે જેથી તહેવાર દરમિયાન ટ્રેનોનો બંને તરફથી વધુ સારી રીતે ઉપયોગ થઈ શકે.

 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here