જેતપુર શહેરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતા 8 શખ્સોને પકડી પાડી રોકડ રકમ, સાત મોબાઈલ સહિત રૂ.1.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખાના પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.ભીમાણી સાથે સ્ટાફના દિવ્યેશ સુવા, નિલેશ ડાંગર, રાજુ સાંબડા, હરેશ પરમાર, મીરલ ચંદ્રવાડીયા સીટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે વેળાએ, નૃસિંહ મંદિર પાસે ભગત શેરી ગોંડલ દરવાજે રહેતા નિલદિપસિંહ હીતેન્દ્રસિંહ રાઠોડના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો કરતાં મકાનમાં જુગાર રમી રહેલા (૧) નિલદીપસીંહ હીતેન્દ્રસીંહ રાઠોડ (રહે.જેતપુર) (૨) મનીશભાઈ ગીરીશભાઈ વીસાવેલીયા (રહે.અંકુર સ્કુલ પાસે) (૩) અસરફભાઈ બાબુભાઈ પરમાર, (રહે.મોટા ચોક નાથાબાપાની દુકાન પાસે) (૪) મેહુલભાઈ મુકેશભાઈ પરમાર (રહે.મયુર ફાર્મ પાસે નવાગઢ) (૫) મોહીતભાઈ દામજીભાઈ ભાલાળા (રહે.માર્કટીંગ યાર્ડ પાછળ વોકીંગ પાર્ક) (૬) જયદીપભાઈ ગોરધનભાઈ મકવાણા (રહે.શ્રી.જી.પાર્ક એસ. કુમાર સોસાયટી પાછળ) (૭) વિજયસીંહ રાજેન્દ્રસીંહ રાઠોડ (રહે. ગોંડલ દરવાજા) (૮) બીલાલભાઈ શમસુદીનભાઈ શેખ (રહે.સ્વામીનારાયણ મંદીર પાસે) આઠે શખ્સોને રોકડ રૂ. 72.950 તથા મોબાઈલ ફોન નંગ 7 કિ.રૂ. 80.000 મળી કુલ રૂ. 1.52.950 સાથે આગળની કાર્યવાહી માટે શહેર પોલીસને સોંપી આપેલ.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


