GUJARAT : શાપર વેરાવળમાં રૂરલ એલસીબીએ દરોડો પાડી દેશી દારૂ ભરેલ કાર ઝડપી લીધી

0
131
meetarticle

રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શાપર વેરાવળ શાંતીધામ સોસાયટીમાં રેડ કરી દેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ લીધી હતી. તેમથી ૩૯૦ લીટર દારૂ મળી આવ્યો હતો, દારૂ, કાર સહિત કુલ ૪.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

શાપર-વેરાવળમાં શાંતીધામ સોસાયટી ગેઇટની અંદર સફર આર્કેડ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડમાં રૂરલ એલસીબીના એએસઆઇ રવિદેવભાઇ બારડ સહિતના સ્ટાફે રેઇડ કરી સ્વીફટ કાર નં. જી.જે.-૦૩ એલએમ ૫૭૭૬માંથી દેશી દારૂ લીટર ૬૯૦ કિ. ૧.૩૮ લાખ કાર મળી કુલ ૪.૩૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. રૂરલ એલસીબીએ કારના ચાલાક તથા તપાસમાં ખુલે તે સામે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

એલસીબી પોલીસ પીઆઈ પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહિલ, આર.વી.ભીમાણીના માર્ગદર્શન મુજબ એએસઆઈ રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિહ જાડેજા, વકારભાઈ અરબ, રોહિતભાઈ બકોત્રા, બાલકૃષ્ણ ત્રિવેદી, તથા પો.કન્સ પ્રકાશભાઈ પરમાર વિગેરે સ્ટફ દ્વારા કામગીરી કરવામાં આવેલ.

REPOTER :સુરેશ ભાલીયા જેતપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here