રશિયાએ યુક્રેનના 14 વિસ્તારો પર એકસાથે 500થી પણ વધુ ડ્રોન અને 50 જેટલા મિસાઇલ સાથે હુમલો કર્યો છે.આ હુમલામાં ત્રણના મોત થયા છે અને અનેક ઇજા પામ્યા છે. તેની સાથે રશિયાએ યુક્રેનના મોટા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે યુક્રેનના 20થી વધુ ડ્રોન તોડી પાડયાનો દાવો કર્યો છે. ક્રીમિયાની ઉપર 18 યુક્રેની ડ્રોન તોડી પડાયા હતા.
યુક્રેનના સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ હુમલાના કારણે કેટલાય વિસ્તારો વીજપ્રવાહ બંધ થતાં તે અંધારામાં ડૂબી ગયા હતા. હુમલાના લીધે લગભગ 2500 ઘરોમાં વીજપ્રવાહ અવરોધાય છે.
યુક્રેનનના લશ્કરે દાવો કર્યો છે કે તેણે રશિયન લશ્કરના અંકુશવાળા વિસ્તારોમાં વળતા હુમલા કર્યા છે. તેણે રશિયાની ક્રાસ્નાડોર અને સિજરાન સ્થિત ઓઇલ રિફાઇનરી પર હુમલો કરીને ત્યાં આગ લગાડી દીધી હતી.
ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયાએ આ હુમલો જાણીબૂઝીને તેવા સમયે કર્યો છે જ્યારે યુદ્ધને લઈને નેતાઓ વચ્ચે બેઠક થવાની છે. તેમણે મોસ્કો પર ઉર્જા અને બેન્કિંગ પ્રતિબંધની માંગ કરી છે. તેમણે યુક્રેનના ભૂતપૂર્વ સાંસદ એન્ડ્રી પારૂબીની હત્યાને સમર્થન આપ્યું છે.
યુક્રેનના લશ્કરનો દાવો છે કે તેેણે રશિયાની અંદર મોટો હુમલો કરીને તેની મહત્ત્વની સપ્લાય ચેઇન તોડી નાખી. તેણે રશિયાના બેલગોરાડ ક્ષેત્રમાં બે પુલો નષ્ટ કરી દીધા. આના લીધે મોસ્કોની અગ્ર હરોળની પંક્તિની રસદ વ્વ્સ્થાને પૂરેપૂરો ઝટકા લાગ્યો છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે નેતાઓ વચ્ચે શાંતિ બેઠક યોજાવવા જઈ રહી છે ત્યારે રશિયાએ આ હુમલો કર્યો છે. આ બતાવે છે કે રશિયાને યુક્રેન સાથે શાંતિ સ્થાપવામાં રસ નથી.


