SABARKANTHA : આજે પ્રાંતિજ ના બ્રહમાણી માતાના ચોકમાં પલ્લીમેળો ભરાશે

0
44
meetarticle

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી રાત્રીના સમયે પલ્લીનો મેળો ભરાય છે જેમાં આજે પ્રાંતિજ ના બ્રહમાણી માતાના મંદિરેપલ્લી મેળો ભરાશે જેમાં હજારો ની સંખ્યામાં માઇભકતો ઉમટી પડશે અને પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવશે અને જય અંબે…ના ધોષથી સમ્રગ પ્રાંતિજ ગુંજીશે

બ્રહમાણી મંડળ દ્રારા દરવર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવીછે મંદિર તરફથી કોઇ પણ જાતની માઇ ભકતોને કષ્ટના પડે તેની ઝીણવટ ભરી દેખરેખ રાખવામાં આવીછે ભકતો દ્રારા પલ્લી માં માંગેલ બાધા પૂર્ણ કરવા માટે ધી ચડાવવા માટે મંદિર વ્યવસ્થા સ્થાપકો દ્રારા કરવામાં આવેલછે જયારે આધશકિત પાર્વતીના નવ અવતોમાં દ્રિતીયમ બ્રહ્મચારીણીમ્ એ બ્રહ્માની શકિતથી ઉત્પન્ન થયેલ બ્રહ્મચારીણી એજ બ્રહમાણી રૂપે સર્વત્ર પૂજાવા લાગ્યાં અને અસુરોના સંહાર વખતે બ્રહમાણીએ પોતાના કમંડળમાં રહેલ જળનો છંટકાવ કરીને અસુરોને શક્તિહીન બનાવી દીધા હતાં જયારે નર્મદા નદીના ચાણોદથી લઇને સાબરમતીના ઉત્તર ભાગને નૈમેષારણ્ય તરીકે ઓળખવામાં આવતું હતું.જેથી પાંડવોએ અજ્ઞાત વાસ દરમ્યાન શસ્ત્રો આ ધાઢ જંગલોમાં ખીજડાનાઝાડ ઉપર સંતાડયાં હતાં.અજ્ઞાતવાસ પછી જયારે તેઓ પાછાં ફર્યા ત્યારે તેમનાં શસ્ત્રો સલામત પાછાં મળ્યા તે સ્થાન રૂપાવટી નગરીએટલે કે હાલનું રૂપાલ ગામઅને માતાજીએ તેમને વિજયી થયાનું વરદાન આપ્યું તેથી રૂપાલ નાં વરદાયિની કહેવામાં બીજો શાસ્ત્રો સાબરમતી ના જંગલ માથી પ્રાપ્ત થયા તે સ્થાનને પાંડવોએ પ્રાપ્તિપુરી નગરી વસાવી તેનું અપભ્રંશ થતાં પ્રાંતિજ નગર બન્યું શસ્ત્રો પ્રાપ્ત થતાં પાંડવોએ યજ્ઞ કર્યો.માતાજીની સોનાની પલ્લી બનાવી તેના ઉપર ચોખ્ખા ધીનો અભિષેક કર્યો ત્યારબાદ દર આસો સુદ-9 (નુમ) ના દિવસે પલ્લી કાઢવામાં આવેછે જયારે આજના યુગમાં સોનાની પલ્લી બનાવી શકાય તેમના હોવાથી તેના પ્રતિક તરીકે ખીજડાના લાકડા માંથી પલ્લી બનાવવામાં આવેછે પ્રાંતિજ નાની ભાગોળ પટેલવાસ માં સૌપહેલાં રાજપૂતો અને નાગર બ્રાહ્મણોરહેતા હતાં માતાજી રાજપૂતના ધરે કુંવારીકા રૂપે જન્મ્યાં હતાં તેમના પિતાએ ઓજલના રીવાજને લઇ નવરાત્રી માં ગરબે રમવા ના જવા દેતા તેવોને માઠું લાગી આવતા હાઇવે ઉપર આવેલ માર્કન્ડેશ્વર મહાદેવ મંદિર રામદ્રારા નજીક વાવમાં પડતું મુક્યુ હતુ ત્યારબાદ રાજપૂતોએ વાવમાં તપાસ કરતાં ફકત થોડા ફુલો જ હાથ લાગ્યા હતાં.જયારે હાલ પલ્લી પટેલવાસ માં આવેલોછે ત્યાં પહેલાં રાજપૂતો ની વસ્તી હતી એટલે માઢ પાસે આજે પણ રાજપૂતો ની સ્ત્રીઓ ને દર્શન કરાવવાનો રીવાજ આજેયછે જોકે આજે એક પણ રજપૂત સમાજ નું ધર કે કુટુંબ આવેલ નથી પણ વર્ષોથી ચાલી આવતી પરમપરા આજેપણ જણવાઇ રહીછે અને માઢ સુધી પલ્લી યાત્રા લઇ જવામાં આવેછે અને પછી મંદિર થી એક કિલોમીટર દુર રાવળ વિસ્તારની બાજુમાં આવેલ એક ખેતરમાં ઠંડી પાડવામાં આવેછે ત્યારે આજે રાત્રી ના ૧.૩૦ કલાકે બ્રહમાણી માતા ના મંદિર થી પલ્લી નિકળશે

REPOTER : ઉમંગ રાવલ સાબરકાંઠા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here