સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના સમલાપુરની સીમમાં એક ફાર્મ હાઉસ પાસેથી જુગાર રમતા ૧૨ જુગારીયાઓને ઈડર પોલીસે રૂપિયા ૨.૫૫ લાખના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રોહિ. વોચમાં લઈ-સમલાપુર ગામની સીમ પાસે હાજર હતા તેવામાં મળેલ સમલાપુર ગામના ફાર્મ હાઉસ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પૈસા- પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે. બાતમી આધારે ઈડર પી.આઈ ચેતનસિંહ રાઠોડ અને તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમાં બેસી નવા સમલાપુરથી જુના સમલાપુર ગામમાં જવાના રસ્તા ઉપર આવેલ અને ત્યાં ખાનગી વાહન મહી નજીકમાંથી બે પંચોના માણસો બોલાવી
પંચોને હકિકતથી વાકેફ કરી પંચો સાથે ત્યાંથી ચાલતા રવાના થયેલ અને પ્રદિપસિંહ રાઠોડના ખેતર પાસે ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુવળી કેટલાક ઈસમો બેઠેલા હોવાથી જે ઈસમો પોલીસ તથા પંચોના માણસોને જોઈ જતા જગ્યા ઉપરથી ભાગ્યા હતા અને જેમાંથી ૧૨ ઈસમોને કોર્ડન કરી પકડી લીધા હતા. જેમાં આરોપી નં. ૧૩ નાસી છૂટયો હતો. જાહેરમાં તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા દાવ ઉપરના કુલ રૂ. ૧૯૯૯૦ તથા ગંજીપાનાના પત્તા નંગ-પર જેની કિ.રૂ.૦૦/- તથા મોબાઈલ નંગ-૮ની કિંમત રૂ. ૩પ ૨૦૦ તથા મારૂતી સુઝુકી ઈકો ગાડી કિંમત રૂપિયા બે લાખ મળી કુલ રૂ.૨,૫૫,૧૯૦ ના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર જ ૧૨ શખ્સો પકડાઈ હતા.અને મુદ્દામાલ અર્થે કબ્જે લઈ ઈડર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપીઓના નામ
(૧)કિરણ રજનીભાઈ ભોઈ ઉ.વ.૩૯ પુંજાભાઈ ભોઈ ઉ.વ.૨૭
(૩)રોહીત મુકેશભાઈ ભોઈ ઉ.વ.૨૫
(૪)વિજય રમેશભાઈ ભોઈ ઉ.વ.૩૬
(૫)જીતેન્દ્ર ચંદુભાઈ ભોઈ ઉ.વ.૩૨
(e)જીગર (૬)જીગર વસંતભાઈ વસંતભાઈ ભોઈ ઉ.વ.૨૫
(૭) નટવરસિંહ બબસિંહ રાઠોડ ઉ.વ.૫૦
(૮)ઈન્દ્રજીતસિંહ તખુભા રાઠોડ ઉ.વ.૪૮
(૯)અરબાઝખાન અજીજખાન પઠાણ ઉ.વ.૨૭
(૧૦) ઈકબાલ અબ્દુલવા જીદ શેખ ઉ.વ.૫૪ (૧૧) ૨જાક યુસુફભાઈ ચુનારા ઉ.વ.૪૮
ફરાર આરોપી
(૧) હસમુખ ઉર્ફે ગડી પરમાર રહે.વડાલી
REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર.

