સાબરકાંઠા જીલ્લામાં ઈડર તાલુકાના સુરપુર ગામની સીમમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૪૮૫ નંગ બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે એલસીબી પોલીસે બાતમી આધારે વિદેશી દારૂની બોટલો તેમજ આશરે ૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) ને બાતમી મળી હતી અને તે બાતમી આધારે સુરપુર ગામની સીમમાંથી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આ દરોડોમાં જી.જે.૦૯. એ.એક્સ. ૭૫૧૦ નંબરની રીક્ષા તથા નંબર વગરની એક્ટિવા સાથે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં ઝડપાઈ આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન ઝડપી પાડવામાં આવેલા ઈસમોની ઓળખ આકાશ વણઝારા અને મુકેશ વણઝારા તરીકે થઈ છે આ બંને ઈસમોની પાસે તથા વાહનોમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૪૮૫ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો મોટો જથ્થો કબ્જે લઈ બંને વાહનો આશરે ૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે. પ્રાથમિક તપાસમાં દારૂની હેરાફેરી 1 અને ગેરકાયદેસર રીતે પરિવહન કરાતું હોવાનું સામે આવતાં જીલ્લા એલસીબી પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે કે જો હજુ વધુ તપાસ કરવામાં આવે તો વિદેશી દારૂ પોલીસને હાથ લાગે તેમ છે પરંતુ દારૂનો જથ્થા ક્યાંથી લવાયો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર..

