ઇડર ભિલોડા રોડ પર આવેલ ભાણપુર પાટિયાથી ભાણપુર ગામને જોડતો રોડ છેલ્લા 30 વર્ષથી સિંગલ પટ્ટી હોવાને કારણે વાહનચાલકો તેમજ ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરતા હતા. અનેક વર્ષોથી ચાલતી આવી માંગણીએ આખરે સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે.સ્ટેટ આર એન્ડ બી વિભાગ
ઇડર દ્વારા આ માર્ગ 7 મીટર પહોળો અને આશરે ૩ કિમી લાંબો નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે.

આ માર્ગ બનવાથી ભાણપુર તેમજ આજુબાજુના ગામોના લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. સ્થાનિકો ના જણાવ્યા અનુસાર નવો રોડ રોજેરોજ અવર જવર માટે સરળ બનશે તથા આ વિસ્તારમાં વિકાસને ગતિ મળશે તેવી આશા વ્યક્ત થઈ છે.

