SABARKANTHA : પ્રાંતિજ ના બ્રહ્માણી માતાના ચોકમાં પલ્લી મેળો ભરાયો

0
87
meetarticle

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી પલ્લી નો મેળો ભરાય છે જેમાં તા.૩૦|૯|૨૦૨૫ ને મંગળવાર ના રોજ પ્રાંતિજ ના બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલા પલ્લી ના મેળામાં માઇ ભકતો નુ માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડયુ હતુ અને પલ્લી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો જયઅંબે…ના ધોષથી સમ્રગ પ્રાંતિજ ગુંજી ઉઠયું હતું

બ્રાહ્મણી મંડળ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવીહતી.મંદિર તરફથી કોઇ પણ જાતની માઇ ભકતોને કષ્ટ ના પડે તેની ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી હતી ભકતો દ્રારા પલ્લી માં માંગેલ બાધાપૂર્ણ કરવા માટે ધી ચડાવવા માટે મંદિર ના ચોકમાં મુકેલ પીપ અને તપેલા પણ નાના પડયા હતાં

અને ધીનો વરસાદ વરસ્યો હતો પટેલ વાસ ના યુવાનો દ્રારા દરવર્ષ ની જેમ પલ્લી બનાવવામાં આવી હતી અને પલ્લી પ્રગટાવવામાં આવી હતી અને પાલખી સ્વરૂપે તેને બ્રહ્માણી ચોકમાં ધુમાવવામાં આવેલી અને આતબાજીની ફુલો નો વરસાદ સાથે આખું વાતાવરણ ‘જય અંબે ‘ના નાદ સાથે ગાજી ઉઠેલું પલ્લી ના દર્શન માટે આવેલ મહેરામણમાં સીતેર હજાર કરતાં પણ દર્શનનાર્થીઓ ઉમટી પડયા હતાં

પ્રાંતિજ પી.આઇ આર.આર દેસાઇ દ્રારા કોઇ અનિચ્છનીય ધટના ન બને તે માટે પુરે-પુરી દેખરેખ રાખવામાં આવી હતી શુધ્ધ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતીજયારે પ્રાંતિજ નગરપાલિકા ની એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટર વ્યવસ્થા કરવામાં આવી હતી

પ્રાંતિજ સહિત આજુબાજુમા રહેતા માઇભકતો ઉમટી પડયા હતા અને મા ના દર્શન સાથે મેળામા આનંદ માણ્યો હતો

REPOTER : ઉમંગ રાવલ સાબરકાંઠા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here