વર્ષ 2020માં ઈડર ટીડીઓની સહીથી જાલીયા ગામના શખ્સને ઈશ્યૂ કરવામાં આવેલ અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ખોટું હોવાની જાણ થતાં ઈડર મામલતદારની તપાસમાં ચડાસણા ગામના શખ્સે ઈડર ટીડીઓની ખોટી સહી કર્યાનું પ્રસ્થાપિત થતાં તેમની સૂચના બાદ આસિ. ટીડીઓએ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ઈડર તાલુકા વિકાસ અધિકારીએ સપ્ટેમ્બર મહિનામાં પ્રાંત અધિકારીને ભીખાભાઈ વિહાભાઈ ચેનવા (રહે. જાલીયા તાલુકો ઈડર)ને અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ક્રમાંક 22032/2020
તા. 28/08/20 રજિસ્ટર નંબર 928 ખોટો છે ની નોંધ સાથે અને તાલુકા વિકાસ અધિકારીની સહી પણ ખોટી હોવા બાબતે કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યા બાદ પ્રાંત અધિકારીની સૂચનાથી મામલતદાર ઇડર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી

અને તપાસ દરમિયાન ખોટો દાખલો આપનાર વ્યક્તિ કિરણભાઈ ડાહ્યાભાઈ પરમાર (રહે. ચડાસણા તા. ઈડર)હોવાનું બહાર આવતાં ઈડર મામલતદારે તા.17-11-25ના રોજ ફરિયાદ દાખલ કરવા જાણ કરતાં આસિ. ટીડીઓ હિતેશકુમાર ડાહ્યાભાઈ પટેલે ઇડર પોલીસ સ્ટેશનમાં કિરણ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
