રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની કાર્યવાહી હેઠળ સાબરકાંઠા જિલ્લામાંથી વધુ એક મોટો કેસ બહાર આવ્યો છે. સાબરકાંઠાના નિવૃત સિટી સર્વેયર નલીન સોની સામે બેનામી મિલકત અને આવક કરતાં વધારે સંપત્તિ રાખવાના ગંભીર આક્ષેપો સામે ગુનો નોંધાયો છે.
રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની કાર્યવાહી હેઠળ સાબરકાંઠા જિલ્લામાંથી વધુ એક મોટો કેસ બહાર આવ્યો છે. સાબરકાંઠાના નિવૃત સિટી સર્વેયર નલીન સોની સામે બેનામી મિલકત અને આવક કરતાં વધારે સંપત્તિ રાખવાના ગંભીર આક્ષેપો સામે ગુનો નોંધાયો છે.મહેસાણા ACBની ટીમે કરેલી તપાસ દરમિયાન નલીન સોની પાસેથી આવક કરતાં 105% વધુ સંપત્તિ મળી આવી છે. આ અંગે પહેલા વર્ગ–3ના કર્મચારી તરીકે કાર્યરત નલીન સોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે ACBએ તેમની અટકાયત કરી હતી.

તપાસ દરમિયાન ACBને નલીન સોનીના બેંક લોકરમાંથી 48 લાખ રૂપિયા મૂલ્યના સોના-ચાંદીના દાગીના જપ્ત મળ્યા. સાથે સાથે, તેમના નામે અને શંકાસ્પદ બેનામી નામે અનેક મિલકતોના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.ACB અધિકારીઓના જણાવ્યા મુજબ, નલીન સોનીની સત્તાવાર આવકની તુલનામાં તેમની પાસે મળી આવેલી મિલકતનો જથ્થો અત્યંત અસંગત છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ વધુ દસ્તાવેજો અને નાણાંના સ્ત્રોતોને લઈને વિશેષ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ACBનો અંદાજ છે કે બેનામી મિલકતના કુલ મૂલ્યમાં હજુ વધારો થઈ શકે છે. આગળની તપાસ માટે સોનીના બેંક ખાતાઓ, સંપત્તિના રજિસ્ટ્રેશન દસ્તાવેજો અને ફાઈનાન્સિયલ ટ્રાન્સેક્શનનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.નલીન સોનાની પત્ની ના સંયુક્ત નામે હિંમતનગર નાગરીક સહકારી બેંકમાં આવેલા લોકરમાંથી 277 ગ્રામ સોનું તથા 150 ગ્રામ સોનાના બિસ્કીટ તથા 285 ગ્રામ ચાંદીના દાગીના મળી 48 લાખ જેટલા દાગીના મળ્યા છે. સ્થાનિક સ્તરે આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે અને ACB તરફથી આવા કેસો સામે શૂન્ય-સહિષ્ણુતા નીતિ અપનાવવામાં આવી હોવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

