સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી તાલુકાના 15 જેટલા ગામડામાં ભક્તિના નામે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. દરામલી અંબિકા કોમ્પલેક્ષમાં હરિદ્વાર ખાતે દસ દિવસ કથાનું આયોજન કર્યું હોવાનું ઠગ બાજે સોશિયલ મીડિયા તેમજ વિવિધ રીતે જાહેરાતો કરી હતી.
સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી તાલુકાના 15 જેટલા ગામડામાં ભક્તિના નામે છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. દરામલી અંબિકા કોમ્પલેક્ષમાં હરિદ્વાર ખાતે દસ દિવસ કથાનું આયોજન કર્યું હોવાનું ઠગ બાજે સોશિયલ મીડિયા તેમજ વિવિધ રીતે જાહેરાતો કરી હતી. જેનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરી દસ દિવસ હરિદ્વાર ખાતે 3500 ભરી 10 દિવસ સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ દસ દિવસ સુધી જો કથા સાંભળશે તો પૈસા પરત આપવાની વાત કરતા મોટી સંખ્યામાં લોકોએ હરિદ્વાર જવા માટે મોટી રકમ આપી નામ નોંધાવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના વડાલી અને ઈડર સહિતના તાલુકાઓમાં એક ઠગબાજે હરિદ્વાર ખાતે કથાનું આયોજન કરેલું છે. આ માટે આ ઠગબાજે દરામલી ખાતે બુકિંગ ઓફિસ ખોલી હતી. તેણે એક નવેમ્બરથી 10 નવેમ્બર સુધી હરિદ્વાર ખાતે માત્ર 3500 રૂપિયામાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી 350થી વધુ લોકોએ પૈસા ભરીને કથા સાંભળવા જવા તૈયારી બતાવી હતી. લોકોને બસો ગામમાં જ લેવા માટે આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત જે વ્યક્તિ 10 દિવસ સુધી સળંગ કથા સાંભળશે તેને પૈસા પાછા આપવાની પણ જાહેરાત કરી હતી.
લોકોએ પૈસા ભરીને હરિદ્વાર જવા માટે તૈયારી કરી લીધી હતી. પરંતુ જે દિવસે બસ ઉપડવાની હતી તે દિવસે એજન્ટનો ફોન બંધ આવતો હતો. તેની ઓફિસે પણ તાળા વાગેલા જોવા મળ્યા હતાં. જેથી મોટી સંખ્યામા લોકો જાદર અને વડાલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતાં. 15થી વધુ ગામના લોકોએ પૈસા ભરીને તેની પહોંચ પણ મેળવી હતી. લાલભાઈ તેમજ કિશનભાઈ નામના બે એજન્ટો પૈસા લઈને ફરાર થઈ ગયા હતાં. લોકોએ ફરાર થયેલા બંને એજન્ટો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. આ ઠગબાજોએ કથાના નામે 20 લાખથી વધુની ઠગાઈ આચરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે લોકોની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
