મોટી કુંકાવાવ ગ્રામપંચાયત કચેરી ખાતે વર્ષો મફ્ત પ્લોટ ના જુના પ્રશ્ને સીટી સર્વે દ્વારા કિરાયુ વસુલ થતું ન હતું જેની રજુઆત લોકો એ સરપંચ સંજયભાઈ લાખાણી કરતાં તેઓએ આ પ્રશ્ને વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભા નાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ને રજુઆત કરેલ હતી
.તે સંદર્ભમાં ફાસ્ટ કામ કરી આજ રોજ સીટી સર્વે કચેરી થી એ.એ.ઝાલા તેમજ એસ.એસ.પરમાર હાજર રહી લોકો ને તેમના પુરાવા સાથે ડોક્યુમેન્ટ આપેલ હતા.જેમા મફત પ્લોટ કુલ 74 લાભાર્થી લોકો એ લાભ લીધો હતો.જોકે ઘણા સમય થી લોકો સિટી સર્વે કચેરી ના કામ બાબતે લોકો ઓફિસે ચક્કરો લગાવતા હતા તે આજરોજ 31/07/2025 ના રોજ સાંજે ૪.૦૦કલાકે સિટી સર્વે ના અધિકારી ખુદ ગ્રામ પંચાયતે આવી કામ કરી આપતા કુંકાવાવ સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી દ્વારા આવેલ અધિકારીઓ તેમજ ગુજરાત વિધાન સભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા નો આભાર વ્યક્ત કરેલ હતો. તેમજ કુંકાવાવ ગામ ના વિકાસ કાર્યો ને સતત વેગ મળતો રહે એવી ભાવના વ્યક્ત કરેલ હતી.
અહેવાલ : પ્રકાશ વઘાસીયા કુકાવાવ


