બ્રહ્મ સમાજ સાણંદતાલુકા દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસે દેવાધિદેવ મહાદેવ ની આરાધના કરવા માટે શિવ મહાપૂજા.મહા અભિષેક… દીપ માળ.. મહા આરતી..મહા પ્રસાદ નું ભવ્ય. આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમસ્ત સાણંદ તાલુકા બ્રહ્મ સમાજ આયોજિત આ ભવ્ય કાર્યક્રમ ની વિગતો આપતા પ્રમુખ સનતભાઈ પંડિત અને મહામંત્રી દિલીપભાઈ રાવલે જણાવ્યું હતું કે સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નોમના દિવસે દેવાધિદેવ મહાદેવ ની સાધના અને આરાધના માં વ્યસ્ત રહે છે
તેવા પવિત્ર દિવસે બ્રહ્મ સમાજ દ્વારા આવો ભવ્ય કાર્યક્રમ યોજી ને દેવાધિદેવ મહાદેવ ની આરાધના કરવામાં આવી હતી.આ શિવ મહાપૂજા માં ભૂદેવો દ્વારા મહાદેવ ની મહાપૂજા ની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી સિદ્ધનાથ મહાદેવ ને ફૂલો થી ફૂલોની જટા થી શણગાર કરવામાં આવ્યા હતા..દીપમાળા કરી ને શિવ મંદિર ખૂબ જ આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું જાણીતા વિદ્વાન કર્મકાંડી વિમેશભાઈ પંડિતે સિદ્ધનાથ મહાદેવજી ને પ્રસનન કરવા વિવિધ દ્રવ્યો થી મહાદેવજી ને પ્રિય એવી મહિમન્ન સ્તોત્ર ના પાઠ થી ભવ્યાતિભવ્ય અભિષેક કરાયો હતો..દિપમાળા. સહિત મહા આરતી કરાઈ હતી તેમા બ્રહ્મસમાજના અગ્રીણીઓ.વિજયભાઈ પંડિત..એડવોકેટ.દીપકભાઈ ભટ્ટ… હરિઓમભાઈ જાની..વિક્રમભાઈ વ્યાસ દિલીપભાઈ રાવલ પી.વી.રાવલ..સહિત બ્રહ્મ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા બ્રહ્મ સમાજ દ્વારા મોડાસર ગામે યોજાયેલ બ્રહ્મ ચોર્યાસી ના દાતા ડોડીયા હિમતસિંહ ખેગારભાઈ તથા સિદ્ધનાથ મહાદેવ ખાતે યોજેલ બ્રહ્મ સમાજ ના ભુદેવોના ફરાળ ના દાતા ભટ્ટ રાજેશભાઇ. નરહરિપ્રસાદ…બ્રહ્મ સમાજ ના અગ્રણી સાણંદ ગાયત્રીમંદિર ના સૂર્યદેવીજી સહિત ત્રણેય મહાનુભાવો નું સન્માન બ્રહ્મ સમાજ ના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડી ને કરવામાં આવ્યું હતું
અને સૌ એ મહા આરતી નો લાભ લીધો હતો ત્યાર બાદ સૌ માટે ફરાળી પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી સૌ ભૂદેવો એ ફરાળીપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી..ભૂદેવો બહુ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા



