આજ રોજ તારીખ 7 8 2025 ના રોજ ખત્રી વિદ્યાલય માં સંસ્કૃત દિવસ ઉજવણી કરવામાં આવી જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ સંસ્કૃતમાં ગીત, સંસ્કૃતમાં વાર્તા ,સંસ્કૃત માં પરિચય આપ્યો તેમજ વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ શ્લોક ગાન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ.
વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાનો સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો તેમજ શાળાના સંસ્કૃત વિષયના શિક્ષક શ્રી એમ.એ. રાઠવા એ સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવતા કહ્યું કે સંસ્કૃત એ માત્ર ભાષા નથી એ આપણી સંસ્કૃતિનો આધાર સ્તંભ છે આ એક એવી ભાષા છે જેમાં વેદો, ઉપનિષદો, ભગવદગીતા જેવા પવિત્ર ગ્રંથોની રચના થઈ છે. સંસ્કૃત એ સંસ્કારની ભાષા છે જે વાણીને શુદ્ધ કરે છે અને વિચારોને ઉન્નત બનાવે છે. અંતે શાળાના આચાર્યશ્રી યુ .વાય. ટપલા દ્વારા વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંસ્કૃત ભાષા શીખે અને સમજે તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.
રિપોર્ટર : રફાકત ખત્રી બોડેલી


