સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને મથુરામાં બનેલા વાઘા પહેરાવ્યા, સિંહાસને ગુલાબ અને સેવંતીના ફુલનો કરાયો શણગાર સાથે દાદાને 500 કિલો કેળાનો અન્નકૂટ પણ ધરાવ્યો.સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.08-11-2025, શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

આજે સવારે મંગળા આરતી નૌત્તમપ્રકાશદાસજી સ્વામી અને શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામીએ કરી હતી. આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના મથુરામાં સાત દિવસની મહેનતે જરદોશી વર્કવાળા ફુલની થીમના વાઘા અને સિંહાસને ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે. આ સાથે દાદાના પરિરસમાં આવેલી યજ્ઞશાળામાં આજે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે.
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે કારતક વદ ત્રીજને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને મથુરામાં 7 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના ફૂલની ડિઝાઈનવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે વડોદરાથી મંગાવેલા 200 કિલો ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે હનુમાનજીને 500 કિલો કેળાનો અન્નકૂટ પણ ધરાવ્યો છે. આ કેળાનો પ્રસાદ ભક્તોને અને ગૌશાળામાં ગાય માતાને આપવામાં આવશે.

