SARANGPUR : સાળંગપુર દાદાના દરબારમાં હોળી-ધુળેટી પર્વનું ભવ્ય આયોજન કરાયું, નાસિક ઢોલના તાલે ઉજવાશે પર્વ

0
12
meetarticle

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વનું આયોજન કરાયું છે.

03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.

હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા લાખોની સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે. આજે સવારે શણગાર આરતી બાદ ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે. આ પછી સંતોને રંગ લાગાવીને ભક્તોની સાથે રંગોત્સવ ઉજવવામાં આવશે. કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે, આ જીવનનો અલૌકિક લ્હાવો છે ભક્તિના રંગે રંગાવાનો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ-કિલ્લોલ કરશે. રંગોત્સવમાં રાજ્યના લાખો ભક્તો આવશે. મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.

રંગોત્સવના આકર્ષણ :-

  • હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવશે.
  • મંગળા આરતી 5:૩૦ કલાકે અને શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે કરવામાં આવશે.
  • સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાશે
  • 7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાશે.
  • મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે, તો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાશે.
  • આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાશે.

દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવશે.
01-100 રિબિન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક્સ કરવામાં આવશે.

02-10000 ફુગ્ગા છોડવામાં આવશે.

03- દેશના અનેક ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવશે.

04-દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવશે.

05-હોળી (પૂર્ણિમા) ના પરમ પવિત્ર અવસર પર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ છે.

06-ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો – યુવતીઓ, ભાઈઓ – બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે – સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે આવશે. તેમજ હનુમાનજી ચાલીસાનો પાઠ કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here