SARANGPUR : સાળંગપુર હનુમાનજી શ્રીકષ્ટભંનજન દેવને રંગબેરંગી સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો

0
50
meetarticle

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.30-11-2025, રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા અને રંગબેરંગી સેવંતી ફુલોનો હતો. આજે સવારે 06:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા સિલ્કના કાપડના એમ્બ્રોઇડરી વર્કવાળા ફુલની ડિઝાઈનના વાઘા પહેરાવ્યા હતા. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે.

દાદાને 200 કિલો જામફળનો અન્નકૂટ ધરાવાયો હતો. સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ કરી હતી. ગઈરાલે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સિલ્કના કાપડના વૃંદાવનમાં એમ્બ્રોઇડરી વર્કવાળા ફુલની ડિઝાઈનના વાઘા પહેરાવ્યા અને સેવંતીના ફુલનો હાર ધરાવવામાં આવ્યો હતો. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here