ડભોઈતાલુકાના છત્રાલમાં તલાટી સામે સરપંચ સભ્યોની નાઞરાજગી મનસ્વી રીતે કામગીરી કરતા હોય બદલી કરવાની ઉઠેલી માગ ડભોઇ તાલુકા કેટલાક તલાટી કમ મંત્રીઓ પોતાની રીતે વહીવટ કરી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની સામે ગામમાં વિરોધ થાય એવી કાર્યશૈલીથી સરપંચ સભ્યોમાં નારાજગી જોવા મળે છે ડભોઈ તાલુકા ના છત્રાલ ગામ પંચાયતના તલાટી કમ મંત્રી ભાવનાબેન રાઠવા અનિયમિતની સાથે ગ્રા.પં.ના નિયમો નેવે મુકી કામગીરી કરે છે. જેને લઈ ગા. પં.ના સરપંચ અને સભ્યો માટે છત્રાલમાં નારાજગી જોવાં મળી રહીછેઞ
જેને લઈ છત્રાલના સરપંચ માલતીબેન વસાવા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખીત ફરિયાદ આપી તલાટીની બદલી કરવા રજૂઆત કરાતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વધુમાં સરપંચ માલતીબેન વસાવા દ્વારા અરજીમાં ચોંકાવનારા આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તલાટી ભાવનાબેન રાઠવા દ્વારા ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વિના આકારણી કરી નંબર પાડી આપેલ છે. જેમાં ગૌચરની પંચાયતની જમીનમાં પાવતી નં. ૪૮૮થી રબારી દિપકભાઈ કરશનભાઈની મિલકત નોંધી વાવ ફળીયુ નામ આપી આકારણી કરેલ છે. સાથે પાવતી નં. ૪૮૬થી મિલકત નંબર ૪૯૧ વસાવા મંજુબેન બચુભાઈને આકારણી કરી આપેલ છે. જો કે પંચાયતના નિયમ મુજબ તલાટી કમ મંત્રીએ ગ્રામ પંચાયતના એજન્ડાના વિષય મુજબ ઠરાવ કરી કામગીરી કરવાની હોય તેમ છતાં છત્રાલના તલાટી કમ મંત્રી ધ્વારા કોઈ પણ જાતના ઠરાવ કે, ગ્રામ પંચાયતની પરવાનગી વગર આકારણી કરી દેવાતા સરપંચ અને સભ્યો રોષે ભરાયા છે. વધુમાં આકારણી થયેલા ઈસમો સરપંચ સામે બાથ ભીડી રહ્યાં છે. જેને સરપંચ ભયના ઓથાર હેઠળ આવી ગયા છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


