SBI New Rule: SBI ગ્રાહકોને લાગશે મોટો ઝટકો, 1 ડિસેમ્બર 2025થી SBI બંધ કરી દેશે આ સર્વિસ

0
105
meetarticle

ભારતીય સ્ટેટ બેંક 30 નવેમ્બર 2025થી ઓનલાઈન EMI અને YONO Lite પર પોતાની mCASH સર્વિસ બંધ કરી દેશે. ગ્રાહક હવે mCASH દ્વારા પૈસા મોકલી કે ક્લેમ નહીં કરી શકે. SBIએ યૂઝર્સને તમામ પ્રકારના મની ટ્રાન્સફર માટે UPI, IMPS, NEFT અને RTGSનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

SBIએ જાહેરાત કરી છે કે તે 30 નવેમ્બર 2025 પછી OnlineSBI અને YONO Lite પર mCASH મોકલવા કે ક્લેમ કરવાની સુવિધા બંધ કરી દેશે. તેનો અર્થ એ થયો કે ગ્રાહક હવે બેનિફિશિયરી રજિસ્ટ્રેશન વગર પૈસા મોકલવા કે mCASH લિંક કે એપ દ્વારા ફંડનો ક્લેમ કરવા માટે mCASHનો ઉપયોગ નહીં કરી શકે. પોતાની અધિકારીક વેબસાઈટ પર કરાયેલી પોસ્ટમાં SBIએ કસ્ટમર્સને થર્ડ પાર્ટીના લાભાર્થીઓને ફંડ ટ્રાન્સફર કરવા માટે UPI, IMPS, NEFT અને RTGS જેવા બીજા સેફ અને સિક્યોર ડિજિટલ પેમેન્ટ ઓપ્શનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

SBI ની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે 30 નવેમ્બર પછી OnlineSBI અને YONO Liteમાં mCASH ફેસિલિટી નહીં મળે. થર્ડ પાર્ટીના લાભાર્થીઓને ફંડ ટ્રાન્સફર કરવા માટે UPI, IMPS, NEFT અને RTGS જેવા લેવડદેવડના માધ્યમોનો ઉપયોગ કરો.

Google Play Store થી SBI mCash એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી લોગ ઈન કરવા માટે MPIN રજિસ્ટર કરો. રજિસ્ટર્ડ MPINનો ઉપયોગ કરી યૂઝર SBI mCash એપમાં લોગ ઈન કરી શક છે.

પાસકોડનો ઉફયોગ કરીને SBIના ગ્રાહક દ્વારા મોકલેલા પૈસાનો ક્લેમ કરો. ક્લેમ કરેલા પૈસાને કોઈ પણ બેંકના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરો. ગ્રાહક ભવિષ્યમાં ક્લેમ માટે એકાઉન્ટની સંખ્યા અને IFSC કોડને સિક્વન્સમાં સેટ કરી શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા mCASH પ્રાપ્તસકર્તાઓને SBI ગ્રાહકો દ્વારા મોકલવામાં આવેલા પૈસાનો ક્લેમ OnlineSBI અથવા State Bank Anywhereના માધ્યમથી કરવાની પરમિશન આપે છે. આ સર્વિસ સાથે કોઈ પણ SBI કસ્ટમર જેની પાસે ઈન્ટરનેટ બેકિંગ સેવા છે તે કોઈ પણ લાભાર્થી તરીકે રજિસ્ટર્ડ કર્યા વગર માત્ર પ્રાપ્તકર્તાના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરી શકે છે. લાભાર્થીને એક SMS અથવા તો ઈમેલ મળશે, જેમાં એક સિક્યોર લિંકની સાથે 8 આંકડાનો પાસકોડ હશે. જે મોકલનારે પસંદ કરેલી પદ્ધતિ પર આધારિત હશે.

mCash કસ્ટમર પૈસા મોકલવા કે મેળવવા માટે SBI UPIનો ઉપયોગ કરી શકે છે. BHIM SBI Pay (SBIની UPI એપ) એક પેમેન્ટ સોલ્યુશન છે જે UPIમાં ભાગ લેનારી તમામ બેંકોના ખાતાધારકોને પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પૈસા મોકલવા, પૈસા મેળવવા અને ઓનલાઈન બિલ પેમેન્ટ, રિચાર્જ, ખરીદી વગેરેની સુવિધા આપે છે.

સૌથી પહેલા BHIM SBI Pay એપમાં લોગ ઈન કરો. જે બાદ Pay ઓપ્શન પસંદ કરો. હવે VPA અથવા એકાઉન્ટ અને IFSC અથવા તો QR કોડ જેવા કોઈ પણ પેમેન્ટ ઓપ્શનને પસંદ કરો. જરૂરી વિગતો ભરો. લિંક કરેલા ખાતામાંતી ડેબિટ એકાઉન્ટ પસંદ કરો અને ટિક ચિન્હ પર ક્લિક કરો. ત્યારબાદ લેવડદેવડને વેરિફાઈ કરવા માટે UPI પિન આપો. પેમેન્ટ પ્રોસેસ પૂરી કરવા માટે ટિક સાઈન પર ક્લિક કરો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here