શ્રી દયારામ કેળવણી મંડળ ડભોઇ સંચાલિત દયારામ શૈક્ષણિક સંકુલની શાળાઓ દ્વારા આજરોજ ભાદરવા સુદ અગિયારસ ભક્ત કવિ શ્રી દયારામ ભાઈની 248 મી જન્મ જયંતી નિમિત્તે મંડળના પ્રમુખ શ્રી દિપકભાઈ .જી.ભોઇવાલા તથા શાળાના આચાર્યશ્રી સુનિલભાઈ રાઠવા તથા એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ પટેલ તથા સુપરવાઇઝરશ્રી અનિલભાઈ ચાવડા તથા શ્રી લાલજીભાઈ ચૌધરીતથા આશાબેન કાપડિયા તથા જયશ્રીબેન ગજ્જર તથા રીતેશભાઈ પટેલ દ્વારા સવારે શણગાર વાડી પાસે પોલીસ સ્ટેશન રોડ પર આવેલ દયારામ ભાઈની પ્રતિમા ને ફૂલહાર કરવામાં આવ્યા
અને ત્યારબાદ શાળામાં દયારામભાઈની ગરબી,પદ, ની વિવિધ કૃતિઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રજુ કરવામાં આવી.વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા .શ્રી દયારામ કેળવણી મંડળના પ્રમુખશ્રી દીપકભાઈ.જી.ભોઇવાલા દ્વારા તમામને શુભેચ્છા પાઠવવામાં આવી અને શાળાના આચાર્યશ્રી દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આમ આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સફળ બનાવ્યો હતો.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


