TOP NEWS : દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા

0
74
meetarticle

અહેવાલ : (રવિકુમાર કાયસ્થ ) રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે ભર ચોમાસામાં ગુજરાતના દરિયાકિનારે દરિયાઈ કરંટ અને ઊંચા મોજાં જોવા મળે છે. પરંતુ આ વખતે, અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશરને કારણે દેવભૂમિ દ્વારકાના દરિયાકિનારે અસામાન્ય દૃશ્યો જોવા મળ્યા છે.

દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે, ત્યારે ગોમતી ઘાટે 10 થી 15 ફૂટ ઊંચા મોજાં જોવા મળ્યા છે. તેમજ સંગમઘાટ, લાઈટ હાઉસ અને ગોમતી ઘાટ નજીકના વિસ્તારોમાં પણ ઊંચા મોજાં જોવા મળ્યા.

ગોમતી ઘાટ પર જોવા મળ્યા દરિયાના ઊંચા મોજાં

દેવભૂમિ દ્વારકા નજીક અરબી સમુદ્ર તોફાની બન્યો છે, ત્યારે ગોમતી તટ પાસે પણ ઊંચા ઊંચા મોજાં ઉછળ્યા હોવાના અદભૂત દૃશ્યો જોવા મળ્યા. આ દરમિયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રએ લોકોને ઘાટ નજીક ન જવા માટે ખાસ અપીલ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here