વડગામ માં આવેલ તાલુકા બ્લોક હેલ્થ કચેરીખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 1 દિવસીય ટીબી ચેમ્પિયન ની તાલીમ ના સેમિનાર યોજાયો હતો. જેમાં ટોટલ 35 જેટલા ટીબી ચેમ્પિયન ને પિરામલ સ્વાસ્થ્ય ટ્રસ્ટ (PSMRI) દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
જેમાં પ્રકાશભાઈ પરમાર (STS), ચિરાગભાઈ જોષી (PSMRI) જિલ્લા અધિકારી દ્વારા ટીબી ચેમ્પિયન ને તાલીમ આપવામાં આવી હતી અને ટીબી માટે ની અવેરનેશ એક્ટિવિટી પોતાના જ ગામમાં કરી ટીબી મુક્ત ગ્રામ પંચાયત ટીબી મુક્ત તાલુકો અને ટીબી મુક્ત જીલ્લો કરવા માટે સહભાગી થવા આહવાન કર્યું અને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
અહેવાલ-દિપક પુરબીયા


