ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવા માટે યેન કેન પ્રકારેણ વિલંબ થઈ રહ્યો છે.અને જેને કારણે તારીખ પણ તારીખ પડી રહી છે ત્યારે હવે ચૈતર વસાવાના વકીલે સામે મોરચો માંડ્યો છે.

વડોદરા શહેર કાર્યાલય ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાનૂની લડાઈ લડી રહેલા છે ઉત્તર વસાવા સાથે રાજ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા વડોદરા લોકસભાના પ્રભારી વિરેન્દ્ર રામીના જણાવેલા અનુસાર આદિવાસી પંથકમાં જે રીતે ચૈતર સામે આવા જ ઉઠાવી રહ્યા છે ત્યારે તેના અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેને કારણે ચૈતર વસાવા જેલમાંથી બહાર ન નીકળે તે માટેનો કારસો રચવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો
હવે રેગ્યુલર જામીન અંગે ની સુનાવણી આગામી 11મી સપ્ટેમ્બર ના રોજ થશે. જોકે આગામી 11 મીએ પણ ચૈતર વસાવા ને જામીન મળવાની શક્યતા નહીવત છે કારણ કે જો પોલીસ ચાર્જશીટ રજૂ કરી દેશે તો ચૈતર વસાવા ના વકીલને ચૈતર વસાવાના જામીન પાછી ખેંચી લેવા સિવાય કોઇ વિકલ્પ નહીં બચે.અને ફરીથી નવેસર થી જામીન અરજી માટે ચાર્જશીટ બાદની જામીન અરજી દાખલ કરવામાં આવશે.
આમ 11 મી સપ્ટેમ્બર ના રોજ પણ ચૈતર વસાવા ને નવી તારીખ મળે એવી શક્યતા દેખાઈ રહી છે.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા



