અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશીયાનું ક્રુડ ખરીદવા બદલ પેનલ્ટી સહિતના પગલાં લઈને દબાણ વધારી રહ્યા હોવા સાથે યુરોપના દેશોનું પણ વધતું દબાણ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ટ્રમ્પના દબાણને વશ નહીં થઈ ભારતની એનજીૅ સિક્યુરિટીઝ માટે મક્કમ રહેતાં રશીયાના ક્રુડ ઓઈલની ભારતમાં અવિરત ડિલિવરી ચાલુ રહેતાં આજે સેન્ટીમેન્ટ બગડતું અટકી સુધર્યું હતું. અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિ અપેક્ષાથી ઓછી છતાં ટ્રમ્પ સરકાર માટે પણ તેમની ટરિફ નીતિઓને લઈ આક્રમક વલણ છોડવું પડે એવી શકયતાએ પણ ફંડો ઘટાડે લેવાલ રહ્યા હતા. લોકલ ફંડોની શેરોમાં મોટી ખરીદી સાથે ફોરેનના ફંડો ઘટાડે કવરિંગ સાથે ખરીદદાર બન્યા હતા. ઓટોમોબાઈલ, સ્ટીલ-મેટલ, માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટી ખરીદી થઈ હતી. સેન્સેક્સ ૪૧૮.૮૧ પોઈન્ટ વધીને ૮૧૦૧૮.૭૨ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૫૭.૪૦ પોઈન્ટ વધીને ૨૪૭૨૨.૭૫ બંધ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફંડોની તેજી : હીરો મોટોકોર્પ રૂ.૨૨૨, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૩, ટીવીએસ રૂ.૮૩ ઉછળ્યા
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. હીરો મોટોકોર્પ રૂ.૨૨૧.૮૦ ઉછળીને રૂ.૪૫૩૪.૪૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૩.૫૦ વધીને રૂ.૨૯૧૦.૪૫, ટીવીએસ મોટર રૂ.૮૩ વધીને રૂ.૨૯૪૧.૮૦, મધરસન સુમી રૂ.૨.૭૩ વધીને રૂ.૯૮.૨૯, ભારત ફોર્જ રૂ.૩૨.૫૦ વધીને રૂ.૧૧૭૮, બજાજ ઓટો રૂ.૧૪૮.૭૦ વધીને રૂ.૮૧૮૯.૧૦, બોશ રૂ.૮૨૨.૯૫ વધીને રૂ.૪૧,૨૦૦, અશોક લેલેન્ડ રૂ.૨.૧૫ વધીને રૂ.૧૨૨.૫૦, ઉનો મિન્ડા રૂ.૧૬.૮૦ વધીને રૂ.૧૦૬૦.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૦૪.૭૪ પોઈન્ટ ઉછળીને ૫૩૧૬૧.૬૬ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૭૮૨ પોઈન્ટ ઉછળ્યો : સેઈલ રૂ.૫, ટાટા સ્ટીલ રૂ.૭, જિન્દાલ રૂ.૩૫, નાલ્કો રૂ.૭ વધ્યા
સ્ટીલ-મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી.ટાટા સ્ટીલ સહિતના ત્રિમાસિક પરિણામો સારા આવતાં ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું. સેઈલ રૂ.૫.૩૦ વધીને રૂ.૧૨૫.૪૫, ટાટા સ્ટીલનો ત્રિમાસિક ચોખ્ખો નફો રૂ.૯૫૯.૬ કરોડની તુલનાએ ૧૧૬ ટકા વધીને રૂ.૨૦૭૭.૭ કરોડ થતાં શેર રૂ.૬.૬૦ વધીને રૂ.૧૫૯.૬૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩૫.૪૫ વધીને રૂ.૯૮૦.૫૦, નાલ્કો રૂ.૬.૫૫ વધીને રૂ.૧૮૭.૧૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨.૭૦ વધીને રૂ.૭૨૮.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૮.૪૦ વધીને રૂ.૧૦૫૫.૫૦, એનએમડીસી રૂ.૧.૬૭ વધીને રૂ.૭૨.૧૧, હિન્દાલ્કો રૂ.૧૫.૩૦ વધીને રૂ.૬૮૭.૫૦, લોઈડ્સ મેટલ રૂ.૨૮.૧૫ વધીને રૂ.૧૪૭૩.૮૦, વેદાન્તા રૂ.૭.૨૫ વધીને રૂ.૪૩૧.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૭૮૧.૯૨ પોઈન્ટ વધીને ૩૧૦૬૮.૯૩ બંધ રહ્યો હતો.


